Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

ધરમપુરના માલનપાડાની મોડલ સ્કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ધરમપુરના માલનપાડાની મોડલ સ્કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ ઓગસ્ટ ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં ધરમપુર નગરપાલિકા સંચાલિત ફાયર સેફટી વિભાગ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષકોને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયર વિભાગમાંથી પ્રતિકભાઈએ આગ લાગવાના કારણો, આગ ન લાગે તે માટે સાવચેતીના પગલાં અને આગ લાગવાના કિસ્સામાં લેવાના પગલા, CPR કેવી રીતે આપવો, વિવિધ પ્રકારના સાધનોની નામ સાથે સમજૂતી વગેરે વિશે પ્રેકટીકલ અને થીયરી બંને રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રત્યક્ષ જ્ઞાન માટે શિક્ષકો અને બાળકોએ જાતે ફાયર સેફટીની બોટલ દ્વારા આગ બુઝાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ૨૦૪ બાળકો અને ૧૪ સ્ટાફ મિત્રો હાજર રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો. શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધરમપુરના માલનપાડાની મોડલ સ્કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ ઓગસ્ટ ધરમપુરની...

Posted by INFO Valsad GOV on Friday, August 30, 2024

Comments