Skip to main content

Featured

Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના કુલ ૧૬૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩,૭૮,૭૯,૦૭૩ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું   બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું  ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧ કરોડ ૬૬ લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રીશ્રી  વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્યું 

ધરમપુર તાલુકાની શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ.

ધરમપુર તાલુકાની  શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ.

20-09-2024નાં રોજ શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરા, તા. ધરમપુર ખાતે ઉપસ્થિત રહી સાથી ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં કમ્પ્યુટર નોલેજ અને કમ્પ્યુટર ટેકનોલોજીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી,  ઉત્તમ કાર્ય બદલ તેમણે આયોજકોનો આભાર અભિવ્યક્ત કર્યો  હતો તથા સર્વે વિદ્યાર્થિઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી










Comments