Skip to main content

Featured

Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના કુલ ૧૬૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩,૭૮,૭૯,૦૭૩ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું   બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું  ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧ કરોડ ૬૬ લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રીશ્રી  વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્યું 

ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત.

  ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત.


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા કોલેજના પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાસ્ત્ર અને સંરક્ષણના પ્રયત્નોને સમજી તેમની જાણકારી વધારી હતી.

Comments