Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી

આજે શિક્ષક દિનઃ ‘‘ગુરૂ બ્રહમા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરાય, ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરૂવે નમઃ’’
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી ---- ઘરે ઘરે શિક્ષણ, શાળા સમય પહેલા અને ત્યારબાદ રાત્રિ વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા ---- સેવાભાવી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન ખરીદી આપી કોરોના કાળમાં પણ શિક્ષણની જ્યોત ઝળહળતી રાખી ---- ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી સંસ્કૃત ભાષાના સિંચન માટે વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃત કર્યા ---- પોતાના માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિના સપના જોતા ઈલાબેને રતનજ્યોતના બીજનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ રજૂ કર્યો હતો

આજે શિક્ષક દિનઃ ‘‘ગુરૂ બ્રહમા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરાય, ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરૂવે નમઃ’’ ---- ...

Posted by INFO Valsad GOV on Wednesday, September 4, 2024

Comments