Skip to main content

Featured

Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના કુલ ૧૬૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩,૭૮,૭૯,૦૭૩ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું   બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું  ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧ કરોડ ૬૬ લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રીશ્રી  વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્યું 

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

                                            

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

-------

આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન

-------

લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.


 આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે. 




વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું. 


લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને માણી અને આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. યાત્રામાં એક પેડ મા કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, સેવ મધર અર્થ, કેચ ધ રેઇન જેવા વિષયોની કૃતિઓ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા




Comments