Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે

 પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે 

‘‘ખેતી ધંધો નહી ધર્મ છે અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ’’ હોવાનો સંદેશ આપતા પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે 

---- 

૬૪ વર્ષ પહેલા ૧૯૬૦માં ભાસ્કર સાવેએ વલસાડના ઉમરગામમાં દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવી હતી 

---- 

પોતાની જમીનને પ્રયોગશાળા માની પ્રાકૃતિક ખેતીના અનેક અખતરા કર્યા જેમાં સફળતા મળતા દેશ-વિદેશના ખેડૂતો અને સંશોધકોનું ધ્યાન ખેંચ્યું

---- 

વિશ્વના ૫૦ થી ૬૦ દેશના કૃષિ વૈજ્ઞાનિકો, અણુશાસ્ત્રી, ખેડૂતો, પ્રોફેસરો, ડોકટરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ છ દાયકા બાદ આજે પણ તેમના ખેતરની મુલાકાતે આવી રહ્યા છે  

---- 

નાળિયેર, સોપારી, ચીકુ, આંબા સહિતની ખેતીમાંથી વર્ષે આરામથી રૂ. ૧૪ લાખની આવક ઘરબેઠા મેળવે છે સાવે પરિવાર  

---- 

હાલ તેમની ત્રીજી પેઢીના વારસદારો સૂકા નાળિયેરમાંથી તેલ કાઢી મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે 

---- 

Gujarat Information

CMO Gujarat

CollectorValsad Gujarat

Governor of Gujarat

#prakrutikkhetigujarat

#organicfarming

#bhaskarsave















Comments