Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

                  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમ...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.

માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા

                    આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિક્ષણક્ષેત્રે નવા યુગને આગળ વધારવા માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની ગણાવી હતી.

વિજયસિંહ પરમારને આ વિદાય સમારંભમાં સહકર્મીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તરફથી વિવિધ ઉપહારો, પુષ્પ ગુચ્છો અને શુભેચ્છાઓ મળતાં તેઓ ભાવવિભોર થયા હતા.

તેમના અધ્યાપન દ્વારા અનેક વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા મળી છે. આ તબક્કે ઉપસ્થિત સૌએ તેમના સ્વસ્થતાપૂર્વક અને સુખમય જીવન માટે  શુભેચ્છાઓ પાઠવી હતી.

નિવૃત્તિ પછીનો જીવનતબક્કો શાંતિ, સ્વસ્થતા અને આનંદથી ભરપૂર રહે, અને સમાજ માટે તેઓનું યોગદાન તેમની વારસામાં સ્થિર રહે, એવી શુભેચ્છાઓ!


Comments