Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું.

 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું.




સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કલેક્ટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું 


#RunForUnity

#nationalektadivas


CMO GujaratGujarat InformationCollectorValsad GujaratValsad PoliceBharat Patel

Comments